"પણ શું જરૂર હતી આટલી ઠંડીમાં બાઈક પર જવાની?!" હિના એ કહ્યું. "આ કામળાને ઓઢી લે... હું તારા માટે ચા લઈને આવું છું..." હિના એ એક કામળો ઉત્સવને આપ્યો અને કિચન માં ચા બનાવવા ચાલી ગઈ. એને તો એને અગાઉથી જ કહેલું કે આવી ઠંડીમાં તું ના જઈશ... પણ ઉત્સવ માન્યો જ નહી! ઉત્સવ કામળામાં હતો તો પણ ઠંડીથી કંપી રહ્યો હતો! થોડી વારમાં ઉત્સવ માટે ચા લઈને પણ હિના આવી ગઈ. "ના પાડેલી ને મેં... મારું તો કઈ માનવું જ નહિ ને!" સાવ ધીમેથી કે બીજું કોઈ સાંભળે નહી એમ હિના એ ઉત્સવને કપ આપતા કહ્યું. "સોરી..." ઠંડીથી