શ્રાપિત ખજાનો - 34

(57)
  • 6.8k
  • 2
  • 2.8k

પ્રકરણ - 34 "એક મિનિટ વિક્રમ.." વિજયે કહ્યું, "તું એ વાંચે એ પહેલાં એક જરૂરી વાત છે જે મારે તમને બંનેને કંઇક જણાવવું છે જે જરૂરી છે." "હાં તો જલ્દી બોલ.." વિક્રમે કહ્યું. "મને ખબર પડી ગઇ છે કે યુવરાજ અને એનો નાનો ભાઇ ક્યાં પ્રવાસ પર ગયા હતા." "સાચે જ?" રેશ્માએ નવાઇ સાથે પુછ્યું. "મને અહીં આવતી વખતે યુવરાજની ભાવિ પત્નીનો પત્ર મળ્યો હતો. જેમાં એણે કહ્યું હતું કે વીરવર્ધન પડોશી રાજ્યો પાસે સહાયતા માંગવા ગયો છે. જ્યારે યુવરાજ શુદ્ધોદન