વસુદેવ દેવકી

(34)
  • 4.6k
  • 1
  • 1.6k

" અરે સોહીલ બેટા.... એ લોકોને જરા ફોન તો કર કે કેટલે પહોંચ્યા ? પાંચ વાગ્યાનો ટાઇમ આપેલો.. સવા પાંચ વાગ્યા. " ચંદ્રકાંતભાઈએ અધીરાઈથી પોતાના પૌત્રને આદેશ આપ્યો. " જી દાદુ " સોહીલે દાદા ને કહ્યુ અને મોબાઈલ હાથમાં લીધો. " રહેવા દે સોહીલ... આવતા જ હશે ! દૂરથી આવતા હોય તો પાંચ દસ મિનિટ આમ તેમ થાય " જનકભાઈ બોલ્યા. " એ લોકો ચાર જણ આવે છે. મહેમાનો માટે તમે લોકો નાસ્તાની પ્લેટો તૈયાર કરો. અને ચા ની પણ તૈયારી રાખજો. કારણ કે શિયાળા માં બધાને કોલ્ડ્રિંક્સ ના ફાવે. " ચંદ્રકાંતભાઈએ હવે પોતાની પુત્રવધુ મૃદુલા ને કહ્યું. " હવે તમે શાંતિ