રક્તાહાર જમશેદપુર નામનું એક ખુબ જ સમૃદ્ધ અને પ્રતિષ્ઠિત રાજ્ય હતું. જમશેદપુર પોતાની આસપાસના તમામ રાજ્યો કરતા ખુબ જ વધારે પ્રસિદ્ધિ ધરાવતું હતું. અને તે એટલું સમૃદ્ધ રાજ્ય હતું કે ત્યાંના લોકો સોનાથી જડેલી દીવાલોવાળા ઘરમાં રહેતા હતા. અને તે રાજ્યના લોકો પાસે આવડત અને કલા ખુબ જ હતા. ત્યા નાનામાં નાનો વેપારી પણ અધિક ધનવાન હતો. જમશેદપુરના રાજાનું નામ રાજશેખર હતું. અને રાજશેખર તેમના પિતા દેવરાજના એકના એક સંતાન હતા. રાજા દેવરાજ અને ચંદ્રાવલીને રાજશેખર એકના એક પુત્ર હતા. તેથી તેને નાનપણથી ખુબ જ લાડ