લવ રિવેન્જ પ્રકરણ-41(અંતિમ પ્રકરણ) “મારો પ્રેમ એક તરફી હતો....!” પોતાનાં બંને પગ ઉપર ધિમાં પગલે ચાલતાં-ચાલતાં આરવ લાવણ્યાના બેડની નજીક આવીને બોલ્યો. એક નજર સિદ્ધાર્થ તરફ જોઈ આરવે નેહા સામે જોયું. આરવને તેનાં પગ ઉપર “ઊભો” જોઈને ચોંકી ગયેલી નેહા ભીની આંખે તેની સામે જોઈ રહી હતી. આરવે રૂમમાં હાજર બધાં તરફ વારાફરતી જોયું. પ્રેમ, કામ્યા, અંકિતા, વિવાન, ત્રિશા બધાંજ આશ્ચર્યથી તેની સામે જોઈ રહ્યાં હતાં. સુભદ્રાબેન પણ સ્ટૂલ ઉપરથી ઊભાં થઈ ગયાં અને લાવણ્યાની સામે જોઈ આરવ સામે જોઈ રહ્યાં. આરવે બેડમાં બેઠી થઈ ગયેલી લાવણ્યા સામે જોયું. પછી ફરી બધાં સામે જોઈને હળવું સ્મિત