રેડ અમદાવાદ - 12

(15)
  • 3.1k
  • 2
  • 1.4k

૨૦૨૦, જાન્યુઆરી ૧૦, બપોરના ૦૨:૦૦ કલાકે ‘મેડમ...! શોધી કાઢ્યું....’, જસવંત ઊંચા ઉચ્ચારણ સાથે સોનલના કાર્યાલયમાં દાખલ થયો. સાથે રમીલા પણ હતી. સોનલ વિશાલની પાસેની ખુરશી પર બિરાજેલી હતી. વિશાલ મોનીટરની સ્ક્રીન પર આંગળી ફેરવી સોનલને કોઇ માહિતી સમજાવી રહ્યો હતો. સોનલ ખૂબ જ ધ્યાનપૂર્વક વિશાલની વાત સાંભળી રહી હતી, અને તે કાર્યમાં જસવંતના અવાજે ખલેલ પહોંચાડી. ‘હા....બોલો... જસવંત. શું સમચાર લાવ્યા છો?’, મેઘાવી જસવંતની પાછળ જ કાર્યાલયમાં દાખલ થઇ. ‘પેલું... સિંહનું માસ્ક, શોધી કાઢ્યું. ક્યાંથી ખરીદવામાં આવે છે, તે શોધી કાઢ્યું.’, રમીલાએ સોનલની સામે જોયું અને તેણે, તેમજ જસવંતે પૂર્ણ કરેલ તપાસ વિષે જણાવવાની શરૂઆત કરી.