સંક્રમણ - 7

  • 2.5k
  • 832

સવારનો સમય છે. ઇન્સ્પેકટર ઢોલીરાજ ગાર્ડનમાં જોગિંગ કરી રહ્યા છે ત્યાં તેમની નજર બાંકડે બેઠેલા બે વૃદ્ધ અને એક યુવાન યુવતી પર પડે છે. તે ત્રણેય ફોનમાં કઈક જોઈ રહ્યા છે. બીજા અન્યો ને પણ બતાવી રહ્યા છે. તેઓ ઇન્સ્પેકટર ઢોલીરાજને ઉભેલા જોઈને તેમને પણ બોલાવે છે."શું થયું? બધા કઈક જોઈ રહ્યા છો ને વાતો કરી રહ્યા છો?" ઢોલીરાજ તેઓની પાસે જાય છે."તમે જોયો આ વીડિયો? શું કહેવું આજના યુવાનોને? જરા જુઓ તમે કે કેવો અકસ્માત થયો છે બિચારા નો." એક વૃદ્ધ ફોન ઢોલીરાજને આપતા કહે છે.ફોનમાં ગઈકાલના પેલા ૨૦ વર્ષીય યુવાન અને તેની સુપર બાઈકનો રોડ પર પૂરઝડપે પડવાનો