સંક્રમણ - 10

  • 2.6k
  • 874

શહેરના એક એપાર્ટમેન્ટમાં એક પુત્ર અને તેની માતા ઘરની તમામ વસ્તુઓને ધ્યાનથી મૂકી રહ્યા છે. કેટલીક વસ્તુ પર માતા એમની રીતે યોગ્યતા મુજબ વસ્તુઓને મૂકી રહી છે તો પુત્ર વારંવાર તેમને ટોકી રહ્યો છે."અરે મમ્મી, તને ખબર નથી પડતી તો શું કામ એ વસ્તુઓને અડે છે? તને કીધું તો ખરી કે તારી વસ્તુને જ સરખી કર. મારી વસ્તુને ન અડીશ. તું બગાડીશ બધું." પોતાના મિત્ર, ભાઈ કે સહકર્મી સાથે વાત કરતો હોય તેમ તે પુત્ર તેની માતા પર વાતે વાતે ગરજી રહ્યો છે. માતા બિચારી સારું કરવાના ચક્કરમાં પુત્રના કટાક્ષ સાંભળીને અપમાનનો ઘૂંટ પીને અને મનને મનાવીને પોતાનું કામ ચાલુ