વાસંતી

  • 3.6k
  • 1k

"વાસંતી....ઓ વાસંતી બેટા અહીં આવ.. ત્યાં શું કરે છે એકલી બેઠી " ચાળીસી વટાવી ચૂકેલી, તુલસીકયારા પાસે, આથમતા સૂર્ય ના તડકે, ઉદાસ વદને બેઠેલી વાસંતી ને બાજુ માં રહેતા સરલા માસી એ ટહુકો કર્યોં........ વાસંતી તો વાસંતી જ હતી. ગોરી, દેખાવડી,ખુબસુરત,અલ્લડ, મસ્તીખોર, ચંચળ સ્વભાવ ની હસમુખી અને સ્ફૂર્તિ નો ખજાનો જોઈ લો. જાણે કાયમ વસંત એમાં લહેરાતી હોય.જ્યાં પણ જતી ત્યાં એના મસ્તીભર્યા સ્વાભાવ થી ત્યાં નું વરાવરણ હળવું કરી દેતી. કોઈક ક્યારેક એને ટોકતું.. " અલી આટલું બધું શું હસવું? ક્યારેક રડવાના દિવસો ય આવે મારી બેન". વાસંતી કહેતી.. "રડે મારા દુશ્મન આપણે તો બંદા બિન્દાસ હૈ"...એમ કહી