એ અવિસ્મરણીય હાસ્ય..

(14)
  • 1.5k
  • 352

આરોહી અને મેઘા બંને બેસ્ટ ફ્રેન્ડ જ્યાં પણ જાય ત્યાં બંને સાથે જ જાય. આજે બંને આલ્ફાવન મોલમાં થોડું શોપિંગ કરવા આવ્યા હતા. બંને પોતાની વાતોમાં મશગૂલ હતા અને રસપ્રદ વાતો કરતાં કરતાં આરોહી હસી રહી હતી અને બોલી રહી હતી. તેમની સામેથી પ્રેમ હાથમાં ગાડીની ચાવી ગોળ ગોળ ફેરવતાં ફેરવતાં પોતાની ધૂનમાં ચાલ્યો આવતો હતો તેને આરોહી તેમજ આરોહીનું મીઠું મધુરું હાસ્ય ખૂબ ગમી ગયું અને વિચારોમાં ખોવાયેલો તે આરોહીને ક્રોસ થતી વખતે આરોહી સાથે ટકરાઈ ગયો. આરોહી ના હાથમાંથી બેગ પડી ગઈ અને તેમાં રહેલો સામાન બધો આમતેમ થઈ ગયો. પ્રેમ ફટાફટ તેને બધો સામાન એકઠો કરવામાં મદદ