સિકંદર એટલે વિજયનું પ્રતીક!

  • 1.8k
  • 828

આ વિશ્વમાં વિજેતાઓ તો ઘણા થયા. પરંતુ સિકંદર જેવા વિજેતા બહુ જૂજ છે. સિકંદર સમ્રાટ હતો. એને પોતાનું સામ્રાજ્ય વિસ્તારવું હતું એટલે જ એ લડાઈઓ લડતો હતો. એને માટે માત્ર લડાઈ લડવી એટલું જ પૂરતું નહોતું. એને મન જીત મહત્ત્વની હતી. જીતવા માટે જ લડવું એ એનો મંત્ર હતો. લડાઈ તો અનેક રાજાઓ અને સમ્રાટો લડયા છે. પરંતુ બધા જ કંઈ જીતવા માટે નથી લડયા. ઘણી બધી લડાઈઓ જાણે લડવા ખાતર જ લડાઈ છે. ક્યારેક લડાઈ આવી પડી છે અને લડવી પડી છે. જીતવાના હેતુ સાથે લડાયેલી લડાઈ હારી જવાય તો એ હારનો ઘા એટલો કારમો નથી