પ્રગતિ ભાગ - 26

(30)
  • 2.4k
  • 1
  • 1.2k

" પ્રગતિ, રજતને તે જ તેડવા બોલાવ્યો હતો ને ? " વિવેકએ મૌન તોડતા પૂછ્યું. સવાલ પૂછ્યા બાદ વિવેકને અરીસામાં પ્રગતિની નીરસ નજર દેખાય. ત્યારબાદ ઘર સુધી બે માંથી કોઈ કંઈ બોલ્યું નહિ..... પ્રગતિ અને વિવેક વચ્ચે થોડીઘણી સમજણની શરૂઆત થઈ જ હતી ત્યાં તો બંને અચાનક સખત કામમાં વ્યસ્ત થઈ ગયા. સવારે નવ થી લઈને રાતે નવ સુધી બંને ભાગ્યે જ મળતા અને જો મળતા તો કામ માટે મળતાં. પ્રગતિને અચાનક ઘણા બધા ઑર્ડર આવવા લાગ્યા હતા એટલે એ રોજ રોજ કંઈક નવું કરવામાં વ્યસ્ત રહેતી. વળી એ સુમિત્રાને પણ એના સામાજિક