પ્રગતિ ભાગ - 29

(29)
  • 2.8k
  • 1
  • 1.2k

વિવેક પોતાની ઓફિસમાં રિવોલવિંગ ચેર પર ઘૂમતા ઘૂમતા મોબાઈલ મચડી રહ્યો હતો.....એણે પ્રગતિનું ઇન્સ્ટાગ્રામ ખોલ્યું...... કાળા બેકગ્રાઉન્ડમાં દરિયાના ઉછળતા મોજા અને એના પર સફેદ અક્ષરે લખેલું હતું. " જસ્ટ ગોઇંગ વિથ ધ ફ્લો...." આ પ્રગતિની લાસ્ટ પોસ્ટ હતી.....એ પોસ્ટમાં ધૈર્યનો જન્મ થયો એના બે દિવસ પછીની તારીખ હતી. વિવેકને યાદ આવ્યું કે ત્યારપછી પ્રગતિ ક્યારેય ઓફિસએ ટિફિન લઈને નહતી આવી, એણે ક્યારેય બાઇક ચલાવાનું કે પોતાની સાથે ક્યાંક એમ જ રખડવા જવાનું ગાંડપણ નહતું બતાવ્યું......સવાર, કામ, રસોઈ, આયુ, ડિનર બસ.....આ એનો નિત્યક્રમ હતો..... વિવેકએ થાકીને પોતાનો મોબાઈલ સામેની ટેબલ પર મુક્યો