પ્રગતિ ભાગ - 35

(38)
  • 3.5k
  • 1.2k

વિવેક પોતાના ખોળામાં સુતેલી માસૂમ પ્રગતિને જોઈ રહયો....એને આજે ફરી સંજયભાઈની કહેલી વાત યાદ આવી ગઈ....લગન પછી બંને દીકરીઓને વળાવતી વખતે આયુ અને પ્રગતિ જ્યારે બા ને ભેટી રહી હતી ત્યારે સંજયભાઈએ ધીમે રહીને વિવેકના કાનમાં માત્ર એને સંભળાય એટલા અવાજથી જ કહ્યું હતું, " ઢીંગલીથી રમવાની ઉંમરે મારી દીકરીએ એક જીવતી જાગતી ઢીંગલીની સંભાળ લીધી છે, જે ઉંમરે દીકરીઓ રસોઈ કરવાના રમકડાઓથી રમે એ ઉંમરે એણે રોટલી વણતા શીખી છે.... એટલું જ નહીં જે ઉંમરે બાળકો મા - બાપના પૈસા ઉડાડીને જલસા કરે ત્યારે એણે આંગળીના વેઢે એક એક પૈસો ગણીને