કામ એ જ પૂજા!

(2.5k)
  • 2.2k
  • 866

અર્થશાસ્ત્રીઓ બેરોજગારીને આપણા દેશની સૌથી મોટી સમસ્યાઓમાંથી એક ગણાવે છે. એમની રીતે લોકો કદાચ સાચા હશે, પરંતુ વ્યવહાર જગત પર સહેજ ઝીણી નજર કરીએ તો એમની વાત માની લેવાનું મન થતું નથી. આટલા વિશાળ દેશમાં અને ઝડપભેર વિકસતા સમાજમાં એટલાં બધાં કામો પડેલાં છે કે બેરોજગારીનો સવાલ ઉદ્ભવે જ કઈ રીતે એવો પ્રશ્ન થાય. હજુ આજે ય વણખેડાયેલાં અનેક ક્ષેત્રો પડેલાં છે. જેને કામ કરવું છે, એણે કામ શોધવા જ પડે એમ નથી. બેરોજગારીની સમસ્યાના મૂળ કામ વિષેના આપણા ચોક્ક્સ અને બંધિયાર ખ્યાલો છે. કામની પસંદગીનો દુરાગ્રહ જ બેરોજગારીના મૂળમાં છે. કોઈ પણ કામ નાનું નથી કે