ચેકમેટ - 18

(23)
  • 3.8k
  • 2
  • 1.3k

દોસ્તો આગળના પાર્ટમાં આપણે જોયું કે હોસ્પિટલમાં મિસિસ રિધમ મહેતા પાસેથી તમામ વિગતો મેળવ્યા બાદ મિ. રાજપૂત દેહરાદૂનથી સિમલા જવા નીકળે છે.હવે આગળ.સિમલા પોલીસ સ્ટેશન જઈ ને રાજપૂત સીધા ઇન્સ્પેક્ટર મોહિંત્રેની કેબિન માં જાય છે.જ્યાં કોચ રાજેશ પહેલેથી બેઠેલા જ હોય છે.તેમને આવેલા જોઈને ....આંખોથી જ હળવું સ્મિત આપે છે રાજપૂત..ઔપચારિકતા પુરી કરીને એ લોકો વાતોએ વળગ્યા.સૌથી પહેલાતો રાજેશ ત્રિપાઠી પાસેથી એમનું સ્ટેટમેન્ટ લેવાનું હતું.કોચ રાજેશ ખૂબ જ શાંતિપૂર્વક પોતાનું સ્ટેટમેન્ટ આપી રહ્યા હતા.દરેક ટ્રેકિંગ સ્ટુડન્ટસની રગે રગથી વાકીફ હતા રાજેશસાહેબ. સાહેબ ,ગુજરાતી ફાવશે ને? સોનેરી ફ્રેમના ચશ્માંમાંથી ત્રાંસી આંખે જોઈને રાજેશ ત્રિપાઠી બોલ્યા. અરે સાહેબ અમે તો પુરા ગુજરાતી જ છીએ