મોટો માણસ

  • 2.3k
  • 4
  • 614

શહેરની ફુલગુલાબી સાંજ પુરી થઈ ચૂકી હતી. આભે અંધારાં ઉતરી ચૂક્યાં હતાં. નભ જાણે કાળી ભુરી ચાદર ઓઢી સુવાની તૈયારી કરતું હતું. રાત ઢળી ચુકી હતી. એ સાથે જ ઝાકઝમાળ રોશનીથી ચમકદમક થતા પ્રકાશિત રસ્તાઓ ઘર તરફ દોડતા ટ્રાફિકથી ઉભરાતા હતા. એવામાં નિયોન લાઈટ નીચે એ લાઈટ પડવાને લીધે વધુ ગોરી લાગતી ત્વચા અને એ લાઈટનો પ્રકાશ કાનમાં પહેરેલ ઝૂમખાંઓ પરથી ગાલ પર પડતાં સાત રંગનાં વલયો એકદમ સુંવાળા ગાલ પર શોભાવતી અદભુત સુંદરતા ભરી પ્રેમા મારી સામે કાફેનાં ટેબલે બેઠી હતી. તે મારી સામે હવે મીઠું સ્મિત આપતી આંખોમાં આંખો પરોવી કોઈ પ્રત્યુત્તરની રાહ જોઈ રહી હતી.આ આરસની પુતળીને