ઑપરેશન ચક્રવ્યૂહ સિઝન 2 - 2

(123)
  • 4.6k
  • 8
  • 3k

ભાગ 2 કવેટાથી દસ કિમી દૂર, ઇન્ડસ હાઇવે, પાકિસ્તાન એજન્ટ નગમા, માધવ દેસાઈ, દિલાવર ખાન અને મુસ્તફા રાવલપિંડીમાંથી સહી-સલામત બહાર નીકળીને કવેટા તરફ અગ્રેસર થઈ ચૂક્યા હતા. કવેટાથી એ લોકો પાકિસ્તાનમાંથી નીકળી ભારત પાછા જવાની યોજના અમલમાં મૂકવાના હતા. પણ, એ માટે એમનું કવેટા પહોંચવું અત્યંત આવશ્યક હતું. પોતે હવે સુરક્ષિત છે એમ માનતા એ લોકોને અંતરિયાળ રસ્તેથી લઈને મુસ્તફા કવેટાથી નજીક આવી પહોંચ્યો હતો. હવે માત્ર પંદરેક કિલોમીટર જેટલું અંતર બાકી હતું. આ દોડાદોડીમાં નગમા અને માધવ બલવિંદરની ડાયરીમાંથી મળેલા મેઈલ આઈડી અંગે વધુ જાણકારી નહોતા મેળવી શક્યા. વહેલી તકે આ અંગે રૉ ચીફ રાજવીર શેખાવતને જણાવવું જરૂરી હતું