ઑપરેશન ચક્રવ્યૂહ સિઝન 2 - 13

(11)
  • 2k
  • 1.6k

ભાગ 13 કવેટા રેલવે સ્ટેશન, કવેટા, પાકિસ્તાન પાકિસ્તાનના બ્લૂચીસ્તાનના સૌથી મોટા શહેર એવા કવેટાનું રેલવે સ્ટેશન યાત્રીઓથી ધમધમી રહ્યું હતું. મોટાભાગની લાંબા અંતરની ટ્રેઇનો સાંજના સાતથી રાતના દસ વાગ્યા વચ્ચે ઉપડતી હોવાથી હજારોની સંખ્યામાં મુસાફરો પોતપોતાના ગંતવ્ય સ્થાને જવા રેલવે સ્ટેશન પર ઊભરાયા હતા.  બ્રિટિશ સમયમાં નિર્માણ પામેલા કવેટા રેલવે સ્ટેશનની અત્યારના સમયની હાલત પરથી એ અંદાજો આવી જતો કે એનું નિર્માણ બ્રિટિશરો દ્વારા થયું છે. પશ્તો, બલૂચ, સિંધી, ઉર્દુ જેવી ભાષાઓમાં યાત્રીઓ વચ્ચે અંદરોઅંદર થતી વાતચીતના લીધે વાતાવરણમાં પારાવાર અશાંતિ હતી. વળી વચ્ચે-વચ્ચે લાઉડ સ્પીકરમાં થતી ટ્રેઈન આવવાની અને જવાની સૂચના એ અશાંતિમાં વધારો કરી રહી હતી. પાકિસ્તાનના બીજા