ઑપરેશન ચક્રવ્યૂહ સિઝન 2 - 18

  • 2.1k
  • 1.5k

ભાગ 18 ચમન બોર્ડર, અફઘાનિસ્તાન-પાકિસ્તાન બોર્ડર પોતાના મનમાં રહેલી શંકાઓ અને અનુમાનને સાચું ઠેરવવા ગુલામઅલી ચમન બોર્ડર પહોંચવા આવેલી ચમન એક્સપ્રેસને અટકાવીને એના ગુડ્ઝ કંપાર્ટમેન્ટમાં તલાશી લેવાનું શરૂ કરી ચૂક્યો હતો. ટ્રેઈનમાં જોડેલા બંને ગુડ્ઝ કંપાર્ટમેન્ટમાં થોકબંધ પોટલાઓ મોજુદ હતા, જેની પાછળ છુપાવવું સરળ હતું. આ પોટલાઓ પર એના નામના સ્ટીકર હતા જેની માલિકીના આ પોટલા હતા, પોતે જે ડબ્બામાં હતો એમાં રહેલા ઘણાખરા પોટલા પર એ.આઝમ લખેલું જોઈ અલીને પોતાના અનુમાન અંગે પાકો વિશ્વાસ બેસી ગયો અને એ વધુ તીવ્રતાથી સામાનના પોટલા અહીં-તહીં ફેંકવા લાગ્યો. બાજુના ડબ્બામાં એના સાગરીતો પણ આવું જ કંઈક કરી રહ્યા હતા. વિશાળ ગુડ્ઝ કંપાર્ટમેન્ટમાં