ઑપરેશન ચક્રવ્યૂહ સિઝન 2 - 20

  • 2k
  • 1.5k

ભાગ 20 અમદાવાદ, ગુજરાત ચીન અને પાકિસ્તાનમાં પોતાની તમામ યોજનાઓ અને ગણતરીઓ સાચી ઠેરવી ગુજરાત પોલીસના ત્રણ કર્મઠ અધિકારી તથા રૉની એક જાંબાઝ મહિલા અધિકારી સ્વદેશ સહી-સલામત આવી રહ્યા હોવાના સમાચાર મળ્યા બાદ રૉ ચીફ રાજવીર શેખાવત મનોમન અત્યંત ખુશ હતા. છતાં, એમને પોતાની આ ખુશી વ્યક્ત નહોતી કરી. ભુજમાં જે મિશન માટે અબ્બાસ ગનીવાલાની આગેવાનીમાં ટીમ ગઈ હતી એ પોતાના મિશનના સફળ થવાના સમાચાર પહોંચાડે પછી જ પોતે દિલ ખોલીને આનંદ વ્યક્ત કરશે એવો નીર્ધાર કરીને બેઠેલા શેખાવત પર એ સાંભળી આભ તૂટી પડ્યું કે કાળી તલાવડી ગામ નજીકના ફાર્મહાઉસ છુપાઈને બેસેલો અફઝલ પોતાના સાથીદારોને લઈને ત્યાંથી ફરાર થઈ