ફ્રોમ સિંગાપુર વિથ લવ..

  • 3.5k
  • 998

ફ્લાઇટ ૩૩૮A નાં યાત્રીઓને વિનંતી કરવામાં અાવે છે કે કન્વેયર બેલ્ટ નં ૬ ઉપરથી પોતાનો સામાન લેવા માટે કતારમાં ઉભા રહો. અાભાર.. અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર પગ મુકતાં જ મારું બત્રીસીવાળું હાસ્ય ફુટી નીકળ્યું. દોઢ વર્ષે ઘરે પાછો ફરેલો હું ક્યાંય સુધી કન્વેયર બેલ્ટ પાસે ઉભા ઉભા સેંકડોની ભીડ જમાવીને બેઠેલાં અા એરપોર્ટને જોતો રહ્યો. છેવટે પાછળથી એક ભાઇનો ગુસ્સાથી ભરેલો અવાજ અાવતાં સામાન લઇને બહાર નીકળ્યો... હોટેલ મેનેજરની પદવીને રજેરજ સાર્થક ઠેરવતો હોય એમ ઘરમાં પહોંચતાં જ મારી નજર સૌથી પહેલાં રસોડામાં બની રહેલી વાનગી ઉપર પડી. સિંગાપુરની ભાગદોડથી દુર પોતાનાં શહેરની શાંતિ અને ઘરનો અા સ્વાદ..!! અાહાહા..કમનસીબે મારી અા