સંસ્કારી છોકરી

(19)
  • 3k
  • 1k

સાગરની લહેરો બંંને તરફથી ઉછળી ઉછળીને સમીપે ગોઠવાયેલાં કાઢમીંઢ પથ્થરો ઉપર અથડાઇ રહી હતી...ખુલ્લા અાકાશમાં ખીલેલો સુરજ કૃષ્ણરંગી જળધારાઓમાં પોતાનું પ્રતિબિંબ પાડ્યે ઉપર ચડતો જતો હતો...!! હું નિષ્પલક બનીને તાકતી રહી અા કુદરતનાં ચમત્કારને... અા શીતળ પવન...ખુલ્લું ગગન...ઉત્કટતાથી ભરેલું મન...અને..? અને ભીની રેતીમાં પગલા પાડતી અાકાશમાં ઉડતા પરીન્દાઓનો પીછો કરી રહેલી હું...!! "કુમુદ...?? કુમુદ ઉઠી જા દિકરી...!!" બાપુજીનો અવાજ અાવ્યો અને હું ઝબકીને જાગી. અાજુબાજુ જોયું તો દરિયાકાંઠે નહીં પણ શયનકક્ષમાં હતી..!! દરરોજની જેમ જોકે અાજે દાદી અને મારી બહેન મારી બાજુમાં નહોતી ઉંઘી રહી...પરોઢીયું ઉગતાં જ શરું થઇ જતો દાદીમાનો કજીયો અાજે કાનનાં પડદાઓ ઉપર દયા ખાઇ રહ્યો હતો..શેરી