તૂટેલા સંબંધ

(12)
  • 2.3k
  • 458

"પ્રહલાદ અને હોલિકાની વાર્તા સાંભળીને ખુશ થયો? હવે તો દાદીનો પીછો છોડ!"આઠ વર્ષનો પ્રહલાદ હંસી પડ્યો અને ઉલ્લાસથી બોલ્યો,"દાદી તમને ખબર છેને કે મને હોળીની વાર્તા સાંભળવી ખૂબ જ ગમે છે."પ્રેમીલાબેન નાનકડા પ્રહલાદને ખોળામાં લેતા વ્હાલ કર્યો અને સ્મિત કરતા બોલ્યા,"હાં હાં, કેમ નહીં! તારો જન્મદિવસ અને હોળી એક જ છેને.""અને એટલે મારુ નામ પ્રહલાદ છે.""હાં મારા ચતુર રાજકુમાર! અને પ્રહલાદનો અર્થ શું છે?""આનંદકારક!" પ્રહલાદે ગર્વની સાથે જવાબ આપ્યો.પૌત્ર અને દાદીની આ વાતચીત દર હોળીમાં થતી અને બન્ને એનો આનંદ લેતા. પણ હવે પ્રહલાદ મોટો થઈ રહ્યો હતો અને એના મનમાં ઘણા પ્રશ્ન ઉમળવા લાગ્યા હતા. "દાદી, તમે હંમેશા કહો છોને,