સમો ભણે તે પંડિત! – દિવ્યેશ ત્રિવેદી

  • 1.6k
  • 276

સિકંદરના વિશ્વ વિજેતાપદનાં અનેક રહસ્યો હતા. ઇસવીસનની પહેલી સદીમાં પ્લુટાર્કે લખેલી સિકંદરની જીવનકથામાં આમાંનાં ઘણાં રહસ્યો છતાં થાય છે. પ્લુટાર્કે સિકંદરના વ્યક્તિત્વમાં વણાઈ ગયેલી એક અત્યંત મહત્ત્વની ખૂબી પર ઘણો પ્રકાશ ફેંકયો છે. પ્લુટાર્કે કહે છે કે, સિકંદરનું સમયભાન ઉત્કૃષ્ટ કક્ષાનું હતું. સમયની કિંમત ખૂબ સમજતો હતો. સમયનું શ્રેષ્ઠ આયોજન કરી શકનાર જ સફળ થાય છે અને વિજયી બને છે એ વાત સિકંદરના જીવનમાંથી ફલિત થાય છે. આપણામાં કહેવત છે કે ‘સમો ભણે તે પંડિત.’ જે સમયને ઓળખી શકે નહિ, એણે નિષ્ફળ જવા માટે જરાય મહેનત કરવી પડતી નથી. મેનેજમેન્ટ યાને વહીવટનું શાસ્ત્ર કહે છે કે જે વસ્તુ પર તમારો