આરોહ અવરોહ - 9

(113)
  • 5.9k
  • 7
  • 4.2k

પ્રકરણ – ૯ આધ્યાનાં પગ તો હવે શકીરા પેલાં પુરુષ સાથે અંદર જતાં જ હવે થોડીવારમાં એનું શું થશે એની શંકા આશંકામાં ત્યાં જ જડાઈ ગયાં. એની આંખમાંથી આંસુઓ વહેવા લાગ્યાં. એ વિચારવા લાગી કે એક દિવસની એક અજીબ લાગણીનું વળગણ લગાડીને મલ્હાર ક્યાં જતો રહ્યો? કદાચ તું આવ્યો જ ન હોત તો મારું મનોબળ આટલું નબળું ન પડત. રીઢા ઢોરની માફક ડફણાં ખાઈ લેત. લાગણીઓની શુષ્કતાને અપનાવી લેત. એટલામાં કોઈએ પાછળથી ધીમેથી આવીને આધ્યાના ખભા પર હાથ મુકતાં એ ગભરાઈ ગઈ કારણ કે શકીરાનાં એક આદેશ બાદ કદાચ કોઈની બહાર આવવાની હિંમત તો નથી થવાની. ફટાક કરતી પોતાનાં આંસુ