મારી એક વ્યથા

  • 3.4k
  • 850

આવતી કાલે હું ૧૫ વર્ષની પુરી થવાની હતી. અને હું અને પપ્પા બંને મારા જન્મદિવસની ઉજવણી કેવી રીતે કરવી એની થોડી ચર્ચા વિચારણા કરતા હતા. રાતનો સમય થોડો વધી ગયો હતો એટલે પપ્પાએ કહ્યું " શ્રેયુ હવે સુઈ જા પછી કાલે તારા જન્મદિવસની એક બવ મસ્ત સરપ્રાઈઝ આપવાની છે એટલે જલ્દી સુઈ જા અને પછી કાલે વહેલા જાગવાનું પણ છે. ગુડ નાઈટ માય બેબી....." હું પણ પપ્પાને ગુડ નાઈટ કહીને મારા રૂમ માં આવી ગઈ છે. જેવી જ હું સુતી છું એમ જાણીને પપ્પા જલ્દીથી એક કેક બનાવવા લાગી જાય છે. અને કેક બનાવીને સુઈ જાય છે.