આગે ભી જાને ના તુ - 24

  • 2.6k
  • 1.1k

પ્રકરણ - ૨૪/ચોવીસગતાંકમાં વાંચ્યું....અનંત અને સુજાતાના લગ્નમાં વિઘ્નરૂપે આવેલ ખીમજી પટેલની વાત વલ્લભરાય અનંતને કરે છે અને સુજાતા પાસે રહેલા તરાનાના કમરપટ્ટાનો ખુલાસો માંગે છે. અનંત આઝમગઢ જવાનું વિચારે છે.....હવે આગળ......"પણ... અનંત, ખંડેર બની ગયેલા આઝમગઢમાં જઈને શું કરવું છે તારે... શું વિચાર ચાલે છે તારા મનમાં?" "એ બધું હું પાછો આવીને સમજાવીશ. હવે તમે બધા નિરાંતે સુઈ જાઓ, હું વહેલી સવારે જ આઝમગઢ જવા નીકળી જઈશ." અનંત વલ્લભરાયના રૂમમાંથી નીકળી પોતાની રૂમમાં ગયો.વલ્લભરાય, નિર્મળા અને લાજુબાઈ ત્રણેય પોતપોતાની પથારીમાં હજી જાગતા પડ્યા હતા. ત્રણેયના મનમાં એક જ સવાલ ઘુમરાઈ રહ્યો હતો 'આખરે અનંત આઝમગઢ શા માટે જવા માંગે છે. શું