સાંભળે એ જ સમજે! - દિવ્યેશ ત્રિવેદી

  • 1.2k
  • 316

એક અમેરિકન મનોવિજ્ઞાનીએ કહ્યું છે કે આધુનિક માનવી અતિશય તનાવનો ભોગ બનેલો છે. આ માનસિક તંગાવસ્થા માટે અનેક કારણો જવાબદાર છે. આ મનોવિજ્ઞાનીના મતે અનેક કારણોમાંનું એક કારણ દુનિયામાં વધી પડેલું અવાજનું પ્રદૂષણ છે. ચારે કોર અવાજો જ છે. જાહેર માર્ગ વાહનોની ઘરરાટી અને હોર્નના અવાજોથી રીતસર ધ્રૂજે છે. વિમાનો અને ટ્રેનો, કારખાનાંની ધમધમાટી, નેતાઓનાં લાઉડસ્પીકરો પર ઘૂમરી લેતાં ભાષણો, ધમાલિયા સંગીતના કાર્યક્ર્મો, રેડિયો અને ટી.વી, વરઘોડા અને સરઘસો આ બધાંના અવાજો ભેગા કરીને સાંભળવાનો કાલ્પનિક પ્રયત્ન કરીએ તો સમજાય કે ચારે કોર ઘોંઘાટ જ છે. આ મનોવિજ્ઞાની આગળ કહે છે એ પણ સાંભળવા જેવું છે. એ કહે છે કે