હર કી દૂન - ધી અનફોર્ગોટબ્લ એક્સપીરીન્સ - 1

  • 1.7k
  • 388

CHAPTER - 1 The Beginning"કોઈ જોડે તમને પ્રેમ થાય, એની જોડેની છેલ્લી મુલાકાત હોય, ફરી કદાચ મળી પણ ન શકવાના હોવ અને તમે એને 'હું તને પ્રેમ કરું છું' જણાવી પણ ના શકો. છતાં ત્યારે તમારો પ્રેમ વધુ સંવેદનશીલ થતો હોય છે"સ્વયંમ્ પોતાની ડાયરીના પહેલા પાને લખે છે. એ આજથી ડાયરી લખવાનો છે. એણે ગયા અઠવાડિયે દિલ્હી એરપોર્ટ પરના crosswordમાંથી જ ખરીદી હતી. આ ડાયરીમાં એક નાનકડું લૉક છેેેે અનેે એનો પાસવર્ડ ખાલી એની પાસે છે એટલે આ ડાયરી એની મરજી વગર કોઈ વાંચી શકે તેમ નથી. “મેં કદી પોતાના વિશે લખ્યું જ નથી. કહી શકાય કે મને મોકો જ મળ્યો