નવું ટીવી

(17)
  • 2.3k
  • 700

"એક કામ કરો અા વાયરને પાછળથી લઇ લો એટલે સેટઅપ બોક્સ અહિયાં ગોઠવાઇ જશે..!!" શોરુમ માંથી નવું ટીવી ફીટ કરવાં અાવેલો માણસ પંદર મિનિટની ભારે કવાયત પછી બોલી ઉઠ્યો અને અમે સૌએ રાહતનો શ્વાસ લીધો.. સોનીનું અા નવું નક્કોર ટીવી ખરીદવાનું કાલે રાત્રે જ નક્કી થયું હતું ઉગ્ર ચર્ચા બાદ. નવા ટીવીની ખુશી જોકે ઝાઝો સમય ટકી ના શકી અને જમ્યાં બાદ બંને બાળકો અને તેજલ મોબાઇલ લઇને પોતપોતાનાં ખુણાંમાં ભરાઇ ગયાં. હું નિસાસો નાખીને નવા ટીવીને જોતો રહ્યો. કિટ્ટી પાર્ટીની સહેલીઓ સાથેની ચડસાચડસીમાં ખરીદાયેલું અા ટીવી અાવો અનાદર હવે દરરોજ પામવાનું હતું.. અામ તો કોઇ જરુર નહોતી અા નવું