ફીડબેક

  • 2.1k
  • 614

કારનું જીપીએસ સિસ્ટમ ફરીથી સેટ કરીને વૈભવે ઉંડો શ્વાસ લીધો. રાતનાં નવ વાગી ચુક્યાં હતાં અને પોતે અાખા દિવસમાં ફક્ત ત્રણ રાઇડ મેળવી શક્યો હતો. વૈભવે કસ્ટમરની દિશામાં ગાડી વાળી. ઓલાનાં મોટાભાગનાં ડ્રાઇવર જ્યાં અાઠ વાગતા સુધીમાં ઘરે પહોંચી જવાનો પ્રયત્ન કરતાં, વૈભવ રાતનાં અગિયાર વાગ્યા સુધી ભેંકાર સડકો ઉપર રાહદારીઓની રાહ જોતો રહેતો. અાખરે કોણ કહી શક્તું હતું કે માહામારીની મંદીને લીધે નોકરી ગુમાવી ચુકેલો વૈભવ બે મહિના પહેલાં ઓલાનો ડ્રાઇવર નહી પરંતુ એક પ્રતિષ્ઠિત કંપનીમાં અાસિસ્ટન્ટ મેનેજર હતો..! મોંઘી શાળામાં ભણતી દિકરી અને રાતોરાત નોકરી ગુમાવી બેઠેલાં પતિને ટોણા મારતી રહેતી પત્ની વૈભવને યાદ અાવી ગયાં અને એણે