દાદી ની વ્હાલી દીકરી

(11)
  • 3.6k
  • 1
  • 638

દાદી ની વ્હાલી દીકરી (ડૉ. નિલેષ ઠાકોર) “અનુજ્ઞા મારા ટેબલ પરથી કાર ની ચાવી નીચે ફેંકતો, હું ભૂલી ગયો છું.” નીચે થી ઓફિસ જવાની ઉતાવળ માં ઋતુજિતે બૂમ પાડી ને પોતાના ઘર ની ગૅલૅરી તરફ નજર કરી કહ્યું. “એ લાવી, તમે ય રોજ રોજ ચાવી ભૂલી જાઓ છો.” ઘરકામ માં વ્યસ્ત થયેલી અનુજ્ઞા હાંફળી ફાંફળી થતી ગૅલૅરી માં ચાવી લઈ ને આવી. “ ચાવી, તો એક બહાનું છે, તને ઓફિસ જતાં જતાં પ્રેમભરી નજરે ફરી ફરી ને જોવાનું.” ઋતુજિતે સહેજ આછું સ્મિત મુખ પર લાવતાં અનુજ્ઞા ને કહ્યું. “શું તમે પણ !” અનુજ્ઞા એ જરા શરમાઇ ને એક સ્નેહસભર