ભૂતકાળનો પ્રેમ

(13)
  • 2.1k
  • 3
  • 676

બે-ત્રણ દિવસથી નેહલ કંઈક વધારે પડતી જ બેચેન લાગી રહી હતી અને જાણે કંઈક મૂંઝવણમાં હોય તેમ લાગી રહ્યું હતું તેવું મિલન વિચારી રહ્યો હતો. તેથી તેણે બહારગામ જતાં પહેલાં, સવારે ચા-નાસ્તો કરતી વખતે જ નેહલના માથા ઉપર પ્રેમથી હાથ ફેરવ્યો અને ગાલ ઉપર એક કિસ કરી અને શાંતિથી તેમજ પ્રેમથી પૂછ્યું કે, " નેહ, તારી તબિયત નથી સારી કે શું..?? બે-ત્રણ દિવસથી તું કંઈક મૂંઝવણમાં હોય તેવું લાગે છે શું થયું છે તને..?? કોઈએ તને કંઈ કહ્યું તો નથીને..?? " નેહલ: ના, ના, એવું કંઈ નથી તમને કેમ એવું લાગ્યું..?? મિલન: તું કંઈક ગહન વિચારોમાં ડૂબેલી હોય તેવું મને