હસતા નહીં હો! - 18 - ગુણપત્રકના ગોટાળા

  • 3.6k
  • 1.4k

કોઈ વાંઢો પુરુષ રૂપાળી કુંવારી કન્યાની પાછળ ગાંડો થઈને તેને પામવા પ્રયત્ન કરે એટલા પ્રયત્નો કરવા છતાંય જ્યારે મને મારુ ગુણપત્રક ન મળ્યું ત્યારે મને ભર્તુહરિનું આ વિધાન યાદ આવી ગયું: 'प्रायो गच्छति यत्र भाग्यरहितस्तत्रैव यान्त्यापदः।'(ભાગ્યવિહીન માણસ જ્યાં જાય છે વિપત્તિઓ ત્યાં તેમની પાછળ જાય છે)આ વિધાન માટે હું સુયોગ્ય ઉદાહરણ છું,જાણે ભર્તુહરિ મારા માટે જ આ લખીને ગયા હોય એવી પ્રતીતિ અનેક વખત મને થઈ છે.અમુક માણસો આજીવન દુઃખી થવા જ સર્જાય છે,એમાંનો હું એક છું.આવા માણસોને સારા માણસોના ઘડતર બાદ વધેલા માલમાંથી,એ માલ નાખી ન દેવો પડે એ માટે ઈશ્વર બનાવતો હશે એવી મારી પાકી ખાતરી