સાગરસમ્રાટ - 5 - સબમરીન

(18)
  • 2.3k
  • 1
  • 1.2k

આ બધું વીજળીની ઝડપથી બની ગયું. મારા મનમાંથી ભયનો એક ચમકારો પસાર થઈ ગયો. બધે અંધારું હતું. સાંકડી સીડી ઉપરથી અમને નીચે ઉતારવામાં આવ્યા. એક બારણું ઊઘડ્યાનો અવાજ આવ્યો અને અમને તે બારણાની અંદર પેલા માણસો લઈ ગયા અને ત્યાં મૂકીને બારણું બંધ કરીને ચાલ્યા ગયા. આ બધું એટલી ઝડપથી બન્યું કે ઓરડામાં પુરાયા પછી જ અમને અમારા શરીરનું ભાન આવ્યું. અમે કોઈ ઓરડામાં છીએ એની ખાતરી કરવાનું સાધન અમારા હાથ જ હતા. ઓરડામાં એટલું બધું અંધારું હતું કે તેનો ખ્યાલ અમને અત્યારે પણ આવી શકતો નથી. થોડી વાર પછી અમે ભેગા મળી વિચાર કરવા