સંબંધોની તંદુરસ્તીનો ઉપચાર! – દિવ્યેશ ત્રિવેદી

  • 698
  • 1
  • 264

સામાજિકતા સફળતાની ગુરુચાવી છે અને સંબંધોની ટ્રાફિક સેન્સ સંબંધોની દુનિયાની હેમખેમ તથા ફળદાયી સફર માટે અનિવાર્ય છે એટલું સમજ્યા પછી પણ મનમાં એક સવાલ જાગે છે. આવડા મોટા સમાજ સાથે આંતરક્રિયા કરવાની હોય ત્યારે ક્યાંક તો કશીક ગરબડ થઈ જ જાય. એનાથી બચવું શી રીતે? સવાલ સાવ ખોટો નથી. આપણે શાંતચિત્તે વિચારતા નથી એટલે જ એ સવાલ બિહામણો અને અકળાવનારો લાગે છે. આપણે જે સમાજમાં રહીએ છીએ અને જીવીએ છીએ એ ખરેખર અતિ વિશાળ અને ભાતિગળ છે. પરંતુ આપણે જેમની સાથે પ્રત્યક્ષ આંતરક્રિયા કરવાની આવે છે એ સમાજ તો ખૂબ નાનો છે. ક્યારેક નવરાશે બેસીને એક વ્યાયામ