પ્રેમ જીવનસંગિનીને.....

(14)
  • 2.3k
  • 1
  • 536

પ્રેમ જીવનસંગિનીને..... “મિશ્વા, જરા ટુવાલ આપતો !....મિશ્વા પછી મારે મોડુ થશે ! કેટલી વાર મિશ્વા ?” ક્લિનિક જવાની ઉતાવળ માં અને રઘવાયો અધીરો બનેલો પૂરવ બાથરૂમ માં નાહી ને મિશ્વા ની રાહ જોઈ રહ્યો હતો. “તમે પણ રોજ રોજ આમ ટુવાલ ભૂલી જાઓ છો, જાતે લઈ ને બેસાય ને ! ને મારે રોટલી બનાવતાં, બનાવતાં વચ્ચે વિરામ લઈ ને તમને ટુવાલ આપવા આવાનું ?” ને આમ જ થોડી ખાટી-મીઠી નોકઝોક વચ્ચે મિશ્વા અને પૂરવ ની સવાર પડતી. પૂરવ તૈયાર થઈ ને આવે કે તરત એની કોફી અને ટિફિન તૈયાર હોતાં. કોફીનો કપ હજુ પૂરો થાય ના થાય પૂરવની કાર