બટમોગરો

(3.4k)
  • 4.6k
  • 928

અલગ અલગ મેડિકલ ટેસ્‍ટ કરાવી તેમજ અનેક મંદિર-મસ્‍જિદનાં પગથિયા ઘસી નાંખ્‍યા છતાં કોઈ સફળતા મળી હોતી. તેમ છતાં અભિલાષા કુદરત સામે હાર માનવા તૈયાર નહોતી!ગઈકાલની વાતે તેનું માતૃહદય ફરી એકવાર જાગી ઉઠયું. દિલમાં એક આશાનું કિરણ ઉગતા અંબરને ઓફિસ બેગ આપતા બોલી, 'આવતી કાલે તમે ઓફિસમાં રજા રાખશો?''કેમ કોઈ ખાસ વાત છે?' અંબરે સામો પ્રશ્‍ન કર્યો.'ના.... આ તો અમસ્‍તા જ... ' સહેજ સંકોચ અનુભવતા અભિલાષા બોલી! 'ના... ના... કાંઈક વાત તો છે. બોલ શું છે...?' અંબર બોલ્‍યો. 'કહું પણ તમે પાછું ખોટું ના લગાડતા