ભક્તિનો રંગ...

(14)
  • 3k
  • 570

વિવાદે વિષાદે પ્રમાદે પ્રવાસે જલે ચાનલે પર્વતે શત્રુમધ્યે, અરણ્યે શરણ્યે સદા માં પ્રપાહિ ગતિસ્ત્વં ગતિસ્ત્વં ત્વમેકા ભવાનિ. જેવી અમારી ઇનોવા ચાલુ થઈ, અમે મંત્રની શરૂઆત કરી તો અમારી સાથે ડ્રાઇવરે પણ સુર પુરાવ્યો, અમે આશ્રયચકિત થઈ ગયાં કે ગણેશ તને પણ આવડે છે. અમે એક પછી એક મંત્ર બોલતા ગયા, સ્તોત્ર બોલતા ગયા તો સાથે સાથે સુર પુરાવતો રહેતો. હદ તો ત્યારે થઈ કે અમે પુરુષ સુકતનાં વેદોક્ત મંત્રનું પઠન ચાલુ કર્યું તેમાં પણ સુર પુરાવ્યો અને કડકડાટ અમારી સાથે ગાયું. અમે હરીદ્વારથી કેદારનાથ ભોલેનાથના દર્શન કરવા અને હિમાલયની કંદરાઓમાં આનંદ કરવાં જતાં હતાં, રસ્તામાં ઇશ્વરે એટલું પ્રકૃતિનું સૌંદર્ય વિખેર્યું