ભજિયાવાળી - 10

(29)
  • 4.7k
  • 2
  • 1.8k

કથા બપોરના સમયે મને ઓસરીમાં બેસવું બહુ ગમતું. બહાર ખૂબ તડકો હોય છતાં ઓસરીમાં ઠંડી હવા આવતી. કાકી જમીને અડધો કલાક સુવે અને પછી ભરતકામમાં લાગી જાય. હું બાળપણથી કાકીને આમ કરતાં જોઉં છું. એમણે અવનવા ભરતકામ આવડે અને ગોદડા ભરવામાં તો એક્સપર્ટ. ખબર નહીં આટલી ક્રિએટિવિટી કઈ રીતે લાવતા હશે. હું તો એકનું એક કામ કરીને કંટાળી જાઉં અને એમાં પણ કંઈ કમાવવાનું નહીં ! કાકી ઉંબરા પાસે બેસે અને આવતાં જતાં દરેકને આવકાર આપે. ભરતકામ કરતાં કરતાં ધીમે અવાજે ભજન પણ ગાય. અને એમાંય બપોરની નીરવ શાંતિમાં તમરાંનો અવાજ. આવા વાતવારણમાં મારી બપોર પસાર થતી.