Girl Child

  • 1.7k
  • 648

TWO STORIES CLUBBED IN ONE1. દિકરી "બા ન આવ્યા?"લલિત પોતાની નવી જન્મેલી દીકરીને રમાડતા અટકી ગયો અને પત્ની લક્ષ્મી સામે જોયુ. એનો પ્રશ્ન ગેરવાજબી નહોતો. અવરોધક વર્તણૂક તો બાની હતી, જે ખોટા જુનવાણી વિચારોથી બહાર આવવા જ નહોતી માંગતી. લલિતે નિરાશા સાથે માથું હલાવતા કહ્યું,"જો દીકરો જન્મ્યો હોત, તો બા વાજતે ગાજતે ચાર પાડોશીને લઈને આવતે. તને એનો સ્વભાવ ખબર તો છે, પછી શા માટે ખોટી આશા રાખે છે?"લક્ષ્મીની આંખમાં ઉદાસી છવાઈ જતા એણે નજર નીચી કરી નાખી."મને એમ કે કદાચ એમનું મન ઓગળી ગયું હશે."લલિત કટાક્ષમાં હંસી પડ્યો."એ ઘરે આપણી બન્ને મોટી દિકરીઓનું