આરોહ અવરોહ - 40

(117)
  • 5.7k
  • 4
  • 3.6k

પ્રકરણ - ૪૦ કર્તવ્ય "બે મિનિટમાં આવું" કહીને પોતાની ગાડી પાસે ગયો. ત્યાં ઊભા રહીને એણે કોઈને ફોન કર્યો. થોડી વાતચીત પછી એ વંદનભાઈ અને સ્નેહલભાઈ ઉભાં છે ત્યાં પાછો આવ્યો. એ બોલ્યો, " લગભગ કેટલા લોકો અહીં કામ કરી રહ્યાં છે એ ખબર છે? કોણ સંભાળે છે અહીનું કામકાજ એ કંઈ ખબર છે?" વંદનભાઈ : " લગભગ અઢીસો જેટલાં હશે. એક યુવતી હમણાં પોતાને અહીની માલિક કહેતી હતી પણ એવું લાગ્યું નહીં કે એ જ હશે! " " તો આ સેન્ટર મોટું હશે. આ માહિતી તમને કેવી રીતે મળી? કોના દ્વારા?" " અમારાં એક વોચમેનની દીકરી અહીં આવે છે.