આરોહ અવરોહ - 55

(120)
  • 5.5k
  • 2
  • 3.4k

પ્રકરણ - ૫૫ મલ્હાર એક પછી એક પોતાનાં મોબાઈલમાં મોંઘાદાટ દેખાતાં પેન્ડન્ટના ફોટા બતાવતો ગયો. આધ્યા એક પછી એક બધાને જોતી ગઈ. મલ્હારની આખો આધ્યાના હાવભાવને સમજવા મથામણ કરી રહી છે એટલામાં જ એક બે પેન્ડન્ટનો ફોટો આવ્યો કે મલ્હારે ફટાફટ આગળ જવા દીધું ત્યાં જ આધ્યા બોલી, " એક મિનિટ આગળનો ફોટો બતાવ તો?" મલ્હારે એ ફોટો બતાવ્યો કે તરત જ એક ફોટો જોઈને મોબાઈલની સ્ક્રીન પર આગળી મૂકતા કહ્યું, " મલ્હાર આવું જ પેન્ડન્ટ હતું મારી પાસે.' " તે બરાબર જોયું? કદાચ એનાં જેવું લાગતું હોય."   આધ્યા મક્કમતાથી બોલી, " ના આ જ પેન્ડન્ટ... સેમ... એમાં કોઈ