ફાટક

  • 1.7k
  • 516

દૂર ક્ષિતિજ પાર પથરાયેલ પાટા પરથી આવતી રેલગાડીનો અવાજ કંઇક બમણા વેગે વધવા લાગ્યો ; નિત્યના ક્રમથી ટેવાયેલ એવા હેબત પગીના પગમાં આ દ્વનિએ જાણે દોરી સંચાર કર્યો ! પગીના દેહને વડલાની મીઠી છાંયનો આરામ ત્યજી ફાટક ભણી દોરી જવા આદેશ કર્યો; જ્યાં પગે પોતાનુ કામ આટોપ્યુ ત્યાં જ હાથે આપમેળે એનુ કામ ઉપાડી લીધુ ; ગરેડીના ફરવા સાથે જ ફાટ્ક બંધ થયુ ન થયુ ત્યાં તો મધપાન કરેલ માતંગા ગજરાજની તીવ્ર ગતિએ રેલ ગાડી ફાટ્ક પરથી પસાર થઇ ; ક્ષણ ભર પહેલા પડેલ કાન પરની ધાક દૂર જતા વ્હીસલના ધીમા પડતા અવાજના ગુંજનની સાથે કંઇક રાહત અનુભવવા લાગી