જેલ નંબર ૧૧ એ - ૫

  • 3.2k
  • 1
  • 1.3k

સમર્થ પાસે બે વિકલ્પ હતા. તે પોતાના મરેલા માં-બાપ પાછળ હાર્ટ એટેક આવે ત્યાં સુધી રડે, અને કાં તો એ લોકોથી બદલો લે. તે મીથુનને આ કારણવશજ સાથ આપતો હતો. બદલો લેવા તે કઇ પણ કરી શકે છે. વિશ્વાનલતો સમર્થને જોઈજ રહ્યો. મંથના પણ આંખો ફાડી જોતી રહી. અને જોતીજ રહી. આ કોણ? તે વિચારતી હતી. એમને બચાવવા આવ્યો છે? ના. લાગતોતો નથી. તો એ લોકોને કેમ ઘરમાં બાળી નાખ્યા. કોણ છે આ? ‘હાઈ. હું સમર્થ.’ હેં! આા માણસએ એક સેકેન્ડ પેહલા પાંચ-પાંચ લોકોને મંથનાની આંખોની સામે મારી નાખ્યા હતા. અને હવે એ હાઈ કેહતો હતો? પછી ફોન આવે છે.