વાંસળી....

(3.7k)
  • 6.3k
  • 2.2k

વાંસળી.... વાર્તા... દિનેશ પરમાર નજર **********************************************શબ્દની સાથે સુતેલાં આપણે, અર્થનાં દર્પણ ફૂટેલા આપણે. ભરવસંતે કોઈ લીલી ડાળથી, પાન લીલાંછમ તૂટેલા આપણે. - ધૂની માંડલિયા ********************************************** ચંદનનગરમાં, વર્ષો જુની ભવ્ય હવેલીમાં ત્રિદિવસીય સંગીતના ભવ્ય કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું.ચંદ્રભાગા નદીના તટ પર આવેલ ચંદનનગરની આ'વેણુ નિવાસ ' હવેલી જે સમગ્ર દેશમાં ગુરુજી પંડિત શંકરપ્રસાદ બંસીવાલાના નામથી પ્રખ્યાત હતા તેમની હતી. આ સંગીત સમારોહનું આયોજન, તેમની એકની એક દીકરી શર્વરી દ્વારા કરવામાં આવેલ. પંડિત શંકરપ્રસાદનું આજથી પાંચ વર્ષ પહેલા અવશાન થયું હતું.પંડિત શ્રી શંકરપ્રસાદની જન્મતિથિ નિમિત્તે અને તેઓને પંચોતેર વર્ષ પણ પૂર્ણ થતાં હોઈ પુણ્યતિથિને ધ્યાનમાં રાખીને આ