લાગણીઓના તાણાવાણા - અંતિમ ભાગ

(14)
  • 3.1k
  • 1.2k

કનિષ્કાને આમ અચાનક જોઈને માધવનું મગજ વિચારે ચઢી ગયું હતું. અને વધારે મુશ્કેલી તો એ હતી કે આ લગ્ન રોકવા કઈ રીતે? અત્યારે એરપોર્ટ પર આ બધું વિચારવાનો સમય નહતો કારણકે કનિષ્કા, અદ્વૈત અને અદ્વિકા તેની નજીક પહોંચી ગયા હતા. અદ્વિકા તો માધવને ગળે જ વળગી ગઈ. અદ્વૈત માધવને પગે લાગ્યો ત્યારે ઘડીક માધવને થયું, વાહ શું સંસ્કાર છે. પરંતુ જેવી નજર ફરીથી કનિષ્કા પર પડી, એનો ચહેરો ઉતરી ગયો. કનિષ્કા હજુપણ એવીને એવી જ લાગતી હતી. ચહેરો જોઈને કોઈ કળી ના શકે કે એ ચાલીસી વટાવી ચૂકી છે. કદાચ આટલા વર્ષ વિદેશમાં રહ્યાંની અસર હોઈ શકે. બસ, ચહેરા પર