હિયાન - ૧૨

(11)
  • 2.7k
  • 1.1k

આમ જ હિયા અને આયાન ની કોલેજ શરૂ થાય છે. તેઓ સાથે જ કોલેજ જાય છે. અને તેમના કોલેજ નો ગોલ્ડન સમય પસાર કરે છે. કોલેજના ત્રણ વર્ષ દરમિયાન તેઓનો પ્રેમ ખુબજ વધતો જાય છે. જેમ દરેક પ્રેમીઓ કરે તેમ તેઓ પણ કોલેજ બંક કરી મૂવી જોવા જવું, ફરવા જવું વગેરે કરે છે. પણ આ સમય દરમિયાન તેઓ ભણવા પર પણ ખુબજ ધ્યાન આપે છે. આમજ કોલેજનું છેલ્લું વર્ષ પૂર્ણ થવાના આરે હોય છે."આયાન હવે તો આપણી કોલેજ પૂરી થઈ જશે પછી તો મારે મારા ઘરે જતા રહેવું પડશે. પછી આપણે કેવી રીતે મળીશું?" હિયા અને આયાન ગાર્ડન માં બેઠા હોય