રેડ અમદાવાદ - 17

(12)
  • 3.4k
  • 1
  • 1.3k

૨૦૧૭ ‘તમે મેં કહ્યું એટલું સાચવી લેજો.’, મનહર પટેલે તેના સાથીદારોને સમજાવ્યું. મનહર પટેલે હાર્દિકને મળવા બોલાવ્યો હતો. સાંજના ૦૬:૩૦ કલાકે. પટેલ અને તેના ત્રણ સાથીદારો, તેના ઘરના દિવાનખંડમાં હાર્દિકની પ્રતીક્ષામાં હતા. ચારેય જણા રાજસ્થાન સ્થિત આર્કીઓલોજીને લગતી શૈક્ષણિક સંસ્થા દ્વારા પાઠવેલ પ્રત્યુત્તર વિષે ચર્ચા કરી રહેલા. ડોરબેલ રણકી. ‘હું... જોઉ છું...’, સમીરા મુખ્યદ્વાર તરફ ગઇ. ‘જી... હું હાર્દિક...હાર્દિક મિસ્ત્રી...! પટેલ સાહેબે મળવા બોલાવ્યો છે...’, સમીરાના દરવાજો ખોલતાંની સાથે જ હાર્દિકે ઓળખાણ આપી. ‘અંદર આવો...ભાઇ...!’, સમીરાએ હાર્દિકને આમત્રંણ આપ્યું. હાર્દિક દિવાનખંડમાં દાખલ થયો. તેની નજર સમક્ષ સોફા પર બે વ્યક્તિઓ અને તેની પાસે જ ગોઠવેલ બે ખુરશીઓ પર અન્ય